Friday, August 15, 2025

ચિત્રા હનુમાનજી ધુન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પાયાના સભ્ય ભીખાભાઈ લોરીયાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ચિત્રા હનુમાનજી ધૂન મંડળના અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પાયાના સભ્ય અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીનાં વરિષ્ઠ એવા દાતા ભીખાભાઈ લોરિયાના જન્મદિવસ નિમિતે તેમના વતન એવા વેજલપર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં આશરે ૨૫૦ વિદ્યાર્થીઓને ભીખાભાઈ લોરિયાના વરદ હસ્તે શૈક્ષણિક કીટ આપીને તેમણે તેમનો જન્મ દિવસ સાર્થક કર્યો.

અને બાળકોમાં અભ્યાસ્કિય ભાવના જાગૃત કરી જેથી બાળકો આનંદવિભોર થયા તદ ઉપરાંત ચિત્રા હનુમાનજી ધૂન મંડળ તરફથી ગામમાં રહેતા વિધવા તથા ગરીબ પરિવારની બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી. તેમજ બીજી કીટો મોરબીના શકત શનાળા ગામના બ્રાહ્મણ વિધવા બેનને આપવામાં આવી.

આ બંને સેવાકીય પ્રવૃત્તિઓમાં ભીખાભાઈના દીકરા અલ્પેશભાઈ તથા ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો ઓધાભાઈ તથા ચંદુભાઈ કડીવાર અને ગૌતમભાઈ ગોસ્વામી તેમજ મિત્ર કાંતિભાઈ વેગડ હાજર રહ્યા હતા. તેમજ બાળકો તથા ગરીબ વિધવા બહેનોના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. અને ભીખાભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમ ધૂન મંડળના પ્રમુખ ટી સી ફૂલતરિયાની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર