મોરબી જિલ્લા માં હાલ નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ ચાલુ હોય જે થી પોલીસ અધીક્ષક શ્રી સુબોધ ઓડેદરા મોરબી ના ઓ એ નાસતા ફરતા આરોપીઓ પકડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી અતુલ બંસલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી પકડવા પ્રયત્નશીલ હતા
આ દરમ્યાન આજ રોજ પો.કોન્સ્ટેબલ બિપીનભાઈ મંગળભાઈ પરમાર તથા પો. કોન્સ ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ ના ઓને બાતમી મળેલ કે હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નંબર ૩૭૩/૨૦૨૧ ઈ .પી.કો ૪૫૪.૪૫૭.૩૮૦ મુજબ ના ગુનાના કામ નો આરોપી મહેશભાઈ રાજુભાઈ ધધાણીયા જાતે – દેવીપૂજક ઉ- ૧૯ રહે: રૂચિ તાલુકો – શંખેશ્વર જી:પાટણ વાળો હાલે જીન પ્લોટ કાચા છાપરા રેલ્વે સ્ટેશન ની સામે હળવદ આવેલ હોવાની બાતમી આધારે આજ રોજ હળવદ ખાતે થી પકડી પાડી હસ્તગત કરી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે કામગીરી કરનાર અધિકારી /કર્મચારી આર .બી. ટાપરિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પે.એમ એન બાલસરા .બિપીનભાઈ મંગળભાઈ પરમાર .ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ .ભાવેશભાઈ હરિભાઈ ડાંગર . દિપક સિંહ દશરથસિંહ સહિત આરોપી ને પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ – રવી પરીખ હળવદ
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...