Saturday, February 21, 2026

જંગલેશ્વર : ડિમોલેશન એટલે વિકાસની વચ્ચે અટવાયેલા વિસ્તારમાં ભયથી વિશ્વાસ તરફનું સંક્રમણ. !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જંગલેશ્વર : ડિમોલેશન એટલે વિકાસની વચ્ચે અટવાયેલા વિસ્તારમાં ભયથી વિશ્વાસ તરફનું સંક્રમણ. !
એક નાગરિક
જંગલેશ્વર વિસ્તારમાં વ્યક્તિગત ગુનાઓ હવે સંગઠિત માળખામાં ફેરવાઈ ગયા છે. છેલ્લા દશ વર્ષોમાં હથિયારબંધ પ્રવૃત્તિઓ, નશીલા પદાર્થોની હેરાફેરી, જુગાર અને દારૂના ગેરકાયદેસર ધંધાઓએ સામાન્ય નાગરિકોમાં અસુરક્ષા વધારી છે જેના કારણે ગુનેગારો બેખૌફ બની રહ્યા છે.
. . .
જમીન અને મિલકત સંબંધિત ગેરકાયદેસર દબાણ ઘણા ગુનાખોરી તત્વો માટે પ્રભાવ અને આવકનું મુખ્ય સાધન બન્યું છે. સંગઠિત ગેંગો માટે આ જમીન “સત્તા” અને “સંરક્ષણ”નું કેન્દ્ર બને છે, જે કાયદો-વ્યવસ્થાને વધુ પડકારરૂપ બનાવે છે. ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી માત્ર ભૌતિક ઢાંચાનો નાશ નથી, પરંતુ કાયદાની સત્તાનો સ્પષ્ટ સંદેશ છે.
. . .
વર્ષો સુધી ગેરકાયદેસર દબાણ, સંગઠિત મંડળીઓ અને ભયના માહોલથી ઘેરાયેલા જંગલેશ્વર જેવા વિસ્તારોમાં ડિમોલેશન એક ટર્નિંગ પોઇન્ટ બની શકે છે !
. . .
જંગલેશ્વરનો પ્રશ્ન “ગુનાખોરી” શબ્દથી આગળ છે. તે વિકાસ અને અવિકાસ, કાયદો અને અયોગ્યતા, ભય અને વિશ્વાસ વચ્ચેનો સંઘર્ષ છે. ત્યારે ડિમોલેશન જેવી કડક કાર્યવાહી કાયદાની સત્તાને સ્પષ્ટ કરે છે, કાયદાની સત્તા અને સામાજિક સંવેદનશીલતાનો સંતુલિત સમન્વય જ આ વિસ્તારને “કુખ્યાત” છબીમાંથી “કાયદાસંચાલિત અને વિકસિત” વિસ્તારમાં પરિવર્તિત કરી શકે છે.
. . .
રાજકોટ : શહેરો માત્ર ઈમારતો અને રસ્તાઓથી બનેલા નથી; કોઈપણ શહેરની પ્રકૃતિ તેના સામાજિક સંબંધો, આર્થિક ગતિવિધિઓ અને શાસનની અસરકારકતા પરથી ઘડાય છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારનું નામ છેલ્લા ઘણા વર્ષોથી કાયદો-વ્યવસ્થા અને સંગઠિત ગુનાખોરીના સંદર્ભમાં ચર્ચાતું રહ્યું છે. ‘જંગલેશ્વર’ નું નામ સાંભળતા જ રાજકોટ ના કોઈપણ નાગરિક ની આંખ સમક્ષ ભય, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસુરક્ષાની છબી કેમ તરવરે છે ? આ વિશેષ અહેવાલનો હેતુ આરોપ કે અફવા નહીં, પરંતુ પરિસ્થિતિનું તટસ્થ વિશ્લેષણ કરી ઉકેલમુખી દિશા દર્શાવવાનો છે.શહેરના નકશામાં જંગલેશ્વર માત્ર એક ભૂગોળીય વિસ્તાર નથી; તે છેલ્લા ઘણા વર્ષોથી શહેરી શાસન, કાયદો-વ્યવસ્થા અને સામાજિક પરિસ્થિતિ વચ્ચે ચાલતી જંગનો જીવંત દાખલો બની ગયો છે. એક તરફ રાજકોટ શહેર સ્માર્ટ સિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ વિકાસના નવા શિખરો સર કરે છે, તો બીજી તરફ જંગલેશ્વર વિસ્તાર “કુખ્યાત” છબીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
જંગલેશ્વરનો વિકાસ મોટાભાગે અનિયોજિત શહેરીકરણના પરિપ્રેક્ષ્યમાં થયો. નદીકાંઠાના વિસ્તારોમાં વસાહતો ઊભી થઈ, સાંકડા રસ્તાઓ અને અપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સમય જતાં ઘનવસ્તી વધતી ગઈ. આ પરિસ્થિતિએ ભૌગોલિક રીતે કેટલાક વિસ્તારોને પોલીસ દેખરેખ માટે પડકારરૂપ બનાવ્યા. જંગલેશ્વર વિસ્તારમાં આર્મ્સ એક્ટ હેઠળના કેસો, ગેરકાયદેસર હથિયારો, દાદાગીરી અને ભયનું સામ્રાજ્ય —આ બધું માત્ર કાયદો તોડવાનો પ્રશ્ન નથી, પરંતુ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન પર સીધી અસર કરે છે. વેપારીઓ પાસેથી ઉઘરાણી, મિલકત વિવાદોમાં બળજબરી, યુવાનોને ગેંગમાં જોડાવા માટે પ્રોત્સાહન—આ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે ગુનાખોરી અહીં એક “સંગઠિત માળખું” ધારણ કરી ચૂકી છે. હથિયાર માત્ર સુરક્ષા નહીં, પરંતુ “પ્રભાવ”નું પ્રતીક બની જાય ત્યારે કાયદો-વ્યવસ્થાની પડકારો વધી જાય છે.
એન.ડી.પી.એસ. હેઠળ ગાંજો, ચરસ, હેરોઇન જેવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી અને વેચાણના કેસોએ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. માદક પદાર્થોની લત માત્ર વ્યક્તિગત આરોગ્યને નહીં, પણ કુટુંબ અને સમાજની માળખાકીય સ્થિરતાને ખોખલી બનાવે છે. જુગાર, સટ્ટાબાજી અને ગેરકાયદેસર દારૂના ધંધાઓ આ ચક્રને વધુ મજબૂત બનાવે છે.
નદી કાંઠાના સંકુચિત રસ્તાઓ, અનિયોજિત વસાહતો અને અંધારા વિસ્તારો—આ બધું પોલીસ પેટ્રોલિંગ માટે પડકારરૂપ બને છે. કેટલીક જગ્યાએ તો ઇમરજન્સી વાહનો, પોલીસ વેન, એમ્બ્યુલન્સ ને પણ પ્રવેશમાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિ અસામાજિક તત્વોને છુપાવા અને ઝડપથી બચી જવાની તક આપે છે.
જ્યારે લોકો ડર અથવા દબાણને કારણે ફરિયાદ નોંધાવતા નથી, ત્યારે કાયદાની પ્રક્રિયા અધૂરી રહી જાય છે. પરિણામે આરોપીઓને સજા કરવી મુશ્કેલ બને છે અને “કાયદાથી ઉપર” હોવાની ખોટી માનસિકતા પેદા થાય છે.
જંગલેશ્વરમાં ઘણા વર્ષોથી જમીન દબાણના આક્ષેપો વર્ષોથી સંભળાતા આવ્યા છે. મિલકત વિવાદો માત્ર કાનૂની પ્રશ્ન નથી રહેતા; તે કેટલાક ગેરકાયદેસર મંડળીઓ માટે આવક અને પ્રભાવનું મુખ્ય સાધન બની જાય છે.જ્યારે ગુનાખોરી વ્યક્તિગત સ્તર પાર કરીને સંગઠિત સ્વરૂપ લે છે, ત્યારે તેનો પ્રભાવ અનેકગણો વધી જાય છે અને તેના કારણે પ્રામાણિક મિલકત માલિકો માટે લાંબી કાનૂની લડત રોકાણ અને વિકાસ પર નકારાત્મક અસર, યુવાઓમાં ગેંગ સંસ્કૃતિનો પ્રસાર અને યુવામાનસ પર અંધારી આલમ નો વધતો જતો પ્રભાવ , આ પરિસ્થિતિ કોઈપણ શાંત શહેરની છબીને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે અને સમગ્ર શહેર ની શાંતિ ને લાંબા ગાળે ડહોળે છે.
ત્યારે આ પરિસ્થિતિને ડામવા જ્યારે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવે છે, ત્યારે તે માત્ર ઈંટ-સિમેન્ટનો નાશ નથી; તે એક પ્રતીકાત્મક સંદેશ છે કે કાયદાથી ઉપર કોઈ નથી. અને ડિમોલેશન જેવા પગલાં થી અહી વર્ષોથી પોતાનો કાળો કારોબાર ચલાવી રહેલા અસામાજિક તત્વોના આર્થિક આધારનો ભંગ – ગેરકાયદેસર મંડળીઓનું બળ ઘટે અને જાહેર જમીનનો પુનઃઉપયોગ – રસ્તા, બગીચા, શાળા, આરોગ્ય કેન્દ્ર જેવા વિકાસ માટે જગ્યા ઉપલબ્ધ બને છે.તેમજ ઇમરજન્સી સુવિધાઓમાં સુધારો – રસ્તા પહોળા થવાથી પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને સહેલાઈ નાગરિક સુધી સેવા પહોંચાડવો અવસર મળે છે. નાગરિક વિશ્વાસમાં વધારો – કાયદાની અસરકારક અમલવારીથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને.
જંગલેશ્વરની સમસ્યા માત્ર પોલીસ અથવા મ્યુનિસિપલ તંત્રની નથી. તે સમાજ અને શાસન બંને માટે સંયુક્ત પડકાર છે.અને ગેરકાયદેસર દબાણ હટાવવા થી યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને રોજગાર તકો, નશામુક્તિ અને પુનર્વસન કેન્દ્રોની સક્રિયતા, પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થા જેવા આ તમામ પાસાં એકસાથે કાર્યરત થાય, તો જ વિસ્તારની છબી બદલાઈ શકે.
આમ જંગલેશ્વરનો પ્રશ્ન “ગુનાખોરી” શબ્દથી આગળ છે. તે વિકાસ અને અવિકાસ, કાયદો અને અયોગ્યતા, ભય અને વિશ્વાસ વચ્ચેનો સંઘર્ષ છે. ત્યારે ડિમોલેશન જેવી કડક કાર્યવાહી કાયદાની સત્તાને સ્પષ્ટ કરે છે, કાયદાની સત્તા અને સામાજિક સંવેદનશીલતાનો સંતુલિત સમન્વય જ આ વિસ્તારને “કુખ્યાત” છબીમાંથી “કાયદાસંચાલિત અને વિકસિત” વિસ્તારમાં પરિવર્તિત કરી શકે છે.
જ્યારે કોઈ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે ડિમોલેશનની કાર્યવાહી થાય છે, ત્યારે તે માત્ર ઈંટ-સિમેન્ટનો નાશ નથી હોતો; તે કાયદાની સત્તાનું જાહેર પુનઃપ્રતિષ્ઠાન હોય છે. વર્ષો સુધી ગેરકાયદેસર દબાણ, સંગઠિત મંડળીઓ અને ભયના માહોલથી ઘેરાયેલા જંગલેશ્વર જેવા વિસ્તારોમાં ડિમોલેશન એક ટર્નિંગ પોઇન્ટ બની શકે છે—જો તે વ્યૂહાત્મક દૃષ્ટિ સાથે અમલમાં મુકાય. ડિમોલેશનથી સૌથી પહેલો સંદેશ જાય છે કે “કાયદાથી ઉપર કોઈ નથી.” જ્યારે ગેરકાયદેસર જમીન કબજો અથવા બાંધકામ તોડી પાડવામાં આવે છે, ત્યારે તે સંગઠિત ગુનાખોરીના આર્થિક આધારને સીધો ઝાટકો આપે છે. જમીન અને મિલકત ઘણા અસામાજિક તત્વો માટે સત્તા, પ્રભાવ અને આવકનું મુખ્ય સાધન હોય છે. આ આધાર તૂટે ત્યારે તેમની સંગઠિત શક્તિ પણ નબળી પડે છે. વર્ષો સુધી ડર અને દબાણમાં જીવતા નાગરિકો માટે ડિમોલેશન એક માનસિક રાહત બની શકે છે. જ્યારે તેઓ જોઈ શકે કે કાયદો અસરકારક રીતે અમલમાં છે, ત્યારે ફરિયાદ કરવાની હિંમત વધે છે. વેપારીઓ અને મિલકત માલિકોમાં વિશ્વાસ મજબૂત થાય છે. રોકાણકારો માટે વિસ્તાર “જોખમી ઝોન”માંથી “સંભાવનાઓના ઝોન”માં પરિવર્તિત થઈ શકે છે. જંગલેશ્વરનો પ્રશ્ન માત્ર કાયદો-વ્યવસ્થાનો નથી; તે શહેરના સમાન વિકાસનો પ્રશ્ન છે. ડિમોલેશન એક મજબૂત સંદેશ આપે છે, પરંતુ ભવિષ્યનો સાચો સંકલ્પ ત્યારે સાકાર થશે જ્યારે વિસ્તાર ભયમુક્ત, વ્યવસ્થિત અને વિકાસશીલ બને.
ભવિષ્યની આશા એ છે કે એક દિવસ જંગલેશ્વર “કુખ્યાત” નહીં, પરંતુ “કાયદાસંચાલિત અને સશક્ત” વિસ્તાર તરીકે ઓળખાય—જ્યાં કાયદાની સત્તા સ્પષ્ટ હોય, અને નાગરિકો નિર્ભયતાથી જીવન જીવી શકે. અસામાજિક તત્વોનું પ્રભુત્વ મહિલાઓ અને બાળકો માટે અસુરક્ષાનું વાતાવરણ ઊભું કરે છે. સુરક્ષા સુધરવાથી શૈક્ષણિક અને સામાજિક વિકાસને વેગ મળે. અને ભવિષ્યમાં શહેર ની કોઈપણ બહેન- દીકરી રાત્રે 8 વાગ્યા પછી પણ જંગલેશ્વર વિસ્તારમાંથી બેખૌફ પસાર થઈ શકે અને તેના માતાપિતા ના પેટ નું પાણી પણ ન હલે તેવો સમય પણ આવી શકે.
જંગલેશ્વર જેવી પરિસ્થિતિઓ શહેર માટે ચેતવણી છે કે વિકાસ સમાન અને કાયદાસંચાલિત હોવો જોઈએ. કડક કાયદાકીય કાર્યવાહી, પારદર્શક શાસન અને સામાજિક પુનઃસ્થાપન—આ ત્રણેય સાથે કાર્ય કરે ત્યારે જ લાંબા ગાળાનો બદલાવ શક્ય છે. ભવિષ્યનો સંકલ્પ સ્પષ્ટ હોવો જોઈએ: કાયદાથી ઉપર કોઈ નહીં, જાહેર જમીન જાહેર ઉપયોગ માટે યુવાનોને ગેરમાર્ગેથી મુખ્યધારામાં લાવવાનું નાગરિક વિશ્વાસની પુનઃસ્થાપના, જો શાસન અને સમાજ બંને મળીને કાર્ય કરે, તો “કુખ્યાત” ની છબી ધીમે ધીમે પરિવર્તિત થઈ ને ‘ સુવિખ્યાત ‘ તરીકે બદલાઈ શકે છે અને આ વિસ્તાર ભયથી વિશ્વાસ તરફ અને અસંગઠિતતા થી વ્યવસ્થિત વિકાસ તરફ આગળ વધી શકે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર