જયંતીભાઈ પટેલની અનોખી પહેલ: જો હું ધારાસભ્ય બનીશ તો પાંચેય વર્ષનો પગાર જરૂરિયાતમંદોની સેવામાં વાપરીશ
નિર્વિવાદિત ચેહરો ગણાતા જયંતિભાઈ પટેલે કરી જાહેરાત ; જો હુ ધારાસભ્ય બની જઈશ તો મારો સરકારમાંથી મળતો સંપૂર્ણ પગાર મોરબી-માળિયા વિસ્તારના જરૂરિયાતમંદ લોકો પાછળ ખર્ચીશ
મોરબી: વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અને વર્ષોથી લોકોની સેવા કરતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલે પ્રેરણાદાયી પહેલની જાહેરાત કરી છે જયંતિભાઈ પટેલે જણાવ્યું છે કે જો હુ ધારાસભ્ય બનીશ તો સંપૂર્ણ પગાર જરૂરિયાતમંદ લોકોની સેવામાં અર્પણ કરીશ. તેમજ લોકોસેવામાં જ કાર્યરત રહેતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલ ધારાસભ્ય બન્યા બાદ પણ માત્ર લોકહિતમાં જ કામ કરશે તેવી ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે મોરબી માળીયા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષોથી કોંગ્રેસ પક્ષ અને તેની વિચારધારા સાથે જોડાયેલા છે. કોઈપણ જાતના સ્વાર્થ વગર તેમને લોકોના કાર્ય કર્યા છે. તે હંમેશા લોકોની સાથે રહી લોકોના હમદર્દ બની કાર્ય કર્યા છે. ગમે તેવા કપરાં સમયમાં તે લોકોની પડખે રહીને લોકોની સેવા કરી છે. કોઈ પદાધિકારી ન હોવા છતાં હમેશા લોકોની વચ્ચે રહી કાર્ય કર્યા છે. મોરબી માળીયાના લોકોના પ્રશ્નો નિરાકરણ લાવવા સરકાર વિરુદ્ધ લડત ચાલવી આ પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ફરી એક વખત પાર્ટી એ વિશ્વાસ મુકતા કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છુ ત્યારે ફક્ત લોકસેવાને અગ્રતા આપીશ અને લોકોએ મુકેલા વિશ્વાસ ઉપર ખરો ઉતરીશ માટે જો તેઓ ધારાસભ્ય બનશે તો સરકાર તરફથી મળતો ધારાસભ્ય તરીકેનો પાંચેય વર્ષનો પગાર જરૂરિયાતમંદોની સેવામાં અર્પણ કરીશ તેવી તેમણે જાહેરાત કરી હતી.