જયસુખભાઈ પટેલનાં સમર્થનમાં યુવાનોએ સોશ્યલ મીડિયા ગજવી મૂક્યું !!
મોરબી: મોરબીની ઝુલતાં પુલ અકસ્માતની ગોઝારી દુર્ઘટનામાં અંતે ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલની વિધિવત ધડપકડ કરાઈ હતી તો બીજી તરફ ઘટના બાદ નગરપાલિકાના અધિકારી કે સુધરાઈ સભ્યોનો વાળ પણ વાંકો નથી કરાયો કે નથી નગરપાલિકાને સુપરસીડ કરાઇ ત્યારે લોકો માં તરહ તરહની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે તો બીજી તરફ યુવાનોએ સોશિયલ મીડિયામાં જયસુખભાઈ પટેલનાં સમર્થનમાં પોસ્ટરો અને પોસ્ટનો મારો ચલાવ્યો છે.
જ્યારે ઓરેવા કંપનીના પરિવારે અસંખ્ય સેવાકીય કાર્યો કર્યા હોવાના દાખલાઓ આપી “આઈ સપોર્ટ જયસુખભાઈ પટેલ” નામથી આજ સવારથી સોશિયલ મીડિયા પર પોસ્ટરો અને પોસ્ટનો મારો યુવાનો દ્વારા ચલાવાઇ રહ્યો છે પોસ્ટમાં જયસુખ પટેલના પિતા દ્વારા અનેક સામાજિક કાર્યો અને ગરીબ લોકોની મદદ કરાય હોવાની દલીલો પણ આપવામાં આવી રહી છે દરમિયાન ઘટનામાં પાલિકાએ ઝુલતા પુલ રીનોવેશન અંગે કોઈ ચકાસણી કરાઈ ના હોવાની અને પ્રથમ જવાબદારી પાલિકાની થતી હોવા છતાં ઘટના બાદની પોલીસ ફરિયાદમાં પાલિકાને બાકાત રખાય છે પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધીકારીયો અને સુધરાઈ સભ્યો ગોઝારી ઘટના થઈ હોવા છતાં અને તેમાં 135 લોકોના જીવ ગયા હોવા છતાં ખુલ્લેઆમ બેશરમ થઈને બેઠા છે અને પોલીસ પણ તેમનો વાળ વાંકો કરી શકી નથી ત્યારે એક તરફી કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરી મોરબીનાં યુવાનોએ સોશિયલ મીડિયા ગજવી નાખ્યું છે અને જયસુખભાઈ પટેલને સમર્થન કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.