મોરબી: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયા જંગી લીડથી વિજેતા બન્યા છે ત્યારે કાંતિભાઇ અમૃતિયા દ્વારા આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા દ્વારા મોક્ષયજ્ઞ યોજાયો હતો. બોહળી સંખ્યામાં લોકોએ મોક્ષયજ્ઞમાં ઉપસ્થિત રહી દિવગંતોને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

મોરબી માળિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયાએ જંગી લીડથી ઐતિહાસિક જીત મેળવી હતી. જેમ કે ઝુલતા પુલ દુર્ઘટનાને કારણે અગાઉ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ સાદાઈથી જ ફોર્મ ભર્યું હતું. ત્યારે ગઈ કાલના રોજ મોરબી માળિયા વિધાનસભા બેઠક પરથી લીડથી વિજેતા થયા હોવા છતાં ભવ્ય જીતની ઉજવણી સાદાઈથી રેલી કાઢીને કરી હતી. ત્યારે આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના મંદિર ખાતે મોક્ષયજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં યજ્ઞમાં ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દિવગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
