ઝુલતા પુલ દુર્ઘટનામા ન.પા.નાં સત્તાધિશો સીધાં જ જવાબદાર હોય મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની માગણી કરાઈ
મોરબી: મોરબીમા ઝુલતાં પુલની ગોઝારી દુર્ઘટના માત્ર અકસ્માત નહીં પણ સત્તાધીશો અને તંત્રની સીધી લાપરવાહીનું પરિણામ બની હતી ઝૂલતા પૂલ દુર્ઘટના બાદ પુલ મરમત્ કરનાર કંપની તેમજ પાલિકા પ્રશાસન સહિત અધિકારીઓની મિલીભગત પણ સામે આવી છે ત્યારે આ ગંભીર ઘટના બાદ મોરબી પાલિકાને સુપર સીટ કરવાની માંગ ઉભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે મચ્છુ નદી પર આવેલ ઝુલતો પુલ તૂટ્યા બાદ 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ કરૂણાંતિકાનાં પડઘાં દેશ સહિત સમગ્ર વિશ્વમાં પડ્યા છે ઘટના બાદ થયેલ વિવિધ તપાસ બાદ નગરપાલિકાના સત્તાધીશો સીધા જ જવાબદાર હોવાનું ઉજાગર થયું છે પાલિકા દ્વારા ઓરેવા કંપનીને રીનોવેશન તેમજ સંચાલનની પરવાનગી આપવામાં આવી જે પરવાનગીમાં કાયદાની જોગવાઈઓનું ઉલંઘન કરાયું છે.
જયારે નગરપાલિકા જનરલ બોર્ડમાં આ અંગે કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પર કરાર કરાવેલ છે જે કાયદા વિરુદ્ધ છે પાલિકાના રોજ કામમાં આ કરાર અંગે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવશે તેવો ઉલ્લેખ છે જેમાં પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ ચીફ ઓફિસરની સહી છે પરંતુ તેમના દ્વારા કાયદાની નિયમ પ્રક્રિયાનું પાલન કર્યા વગર કરાર કરવામાં આવ્યો છે.
આ રીતે પાલિકાના સત્તાધીશો એ સત્તાનો દૂર ઉપયોગ કર્યો છે ઝુલતા પુલ રીનોવેશન બાદ પાલિકા પાસે વેરિફિકેશન સર્ટિ કે એનઓસી લીધા વગર ઝુલતા પુલને ઓરેવા કંપની દ્વારા ખુલ્લો મૂકી દેવાયો હતો પરંતુ તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં નહતા આવ્યા! ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઝુલતા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું જેની માહિતી સમગ્ર લોકોને હતી પરંતુ નગરપાલિકાને આમ છતાં ઝુલતાપુર શરૂ થઈ ગયો હોવાની જાણ ન હોવાનું રટણ કરી રહી છે તો બિન અધિકૃત ઉપયોગ અટકાવવાની જવાબદારી પાલિકાની નથી? લોકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી પાલિકાની નથી? થોડા સમય પહેલા જ શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાના સતાધીશોને સત્તાનો દુરુપયોગ કર્યો છે તે કારણ આપી વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે.તો ઝુલતા પુલ દુર્ઘટના બાબતે મોરબી નગરપાલિકાને પણ સત્તાનો દુરુપયોગ કર્યો છે કાયદાની કલમોનું ઉલ્લંઘન કર્યું છે તેમજ ફરજમાં બેદરકારી દાખવી છે આથી મોરબી નગરપાલિકા કેમ સુપરસીડના થઈ શકે? આવા અનેક વેધક અને સટીક સવાલો ઉભા કરી મોરબીના જાગૃત નાગરિકે રાજ્ય સરકાર પાસે મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવાની માગણી કરતો પત્ર લખ્યો છે.
