ટંકારા-પડધરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાએ વિજયના વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું
મોરબી: વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે આજે વિધાનસભા ચુંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. ત્યારે મોરબી જિલ્લાની ટંકારા-પડધરી બેઠક ઉપરથી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે શનાળા રોડ ઉપર આવેલ મામાર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના આગેવાનો અને સાંસદ મોહનભાઈ કુંડારીયા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેઓ ફોર્મ ભરવા માટે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પોંહચીયા હતા અને મોરબી નજીકના સનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે જઈ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવી લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારના કામ કરવા માટે શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. ત્યારે દુર્લભજીભાઈ દેથરીયા સાથે વતા કરતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લોકોની સુખાકારી માટે કાર્ય કરી રહી છે અને તે માટે અનેક યોજનાઓ પણ અમલમાં મૂકી છે જેના લીધે લોકોને આરોગ્યને લગતી અને અન્ય સૂવિધાઓ પણ મળી રહે છે. ત્યારે વિકાસની આ યાત્રામાં મતદારો પણ જોડાશે અને આ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતીથી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને ત્યારબાદ ટંકારા-પડધરી બેઠક ઉપર વિજયના વિશ્વાસ સાથે દુર્લભજીભાઈ દેથરીયાએ ઉમેદવારી નોધવી છે.
