ટંકારા: ટંકારાના મિતાણા ચોકડી પાસે ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારાના મિતાણા ચોકડી નજીક આરોપી વેલજીભાઈ મેઘજીભાઈ છીપરીયા રહે. ગણેશપર તા. ટંકારા વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬ કિં રૂ.૧૮૦૦ નાં મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
