ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ટંકારા લોકેશનની ટીમે મહિલાની વાનમાં સફળ પ્રસુતિ કરાવી હતી અને માતા અને નવજાત શિશુને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ટંકારા તાલુકાના ગામડાના સરાયા વાડી વિસ્તારમાં એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલા 108ની ટીમે જાણકારી મળતા ટંકારા લોકેશનના ઇએમટી સુજીતસિંહ ગોહિલ પાઈલોટ જ્ન્મેશ મકવાણા સ્થળ પર દોડી ગયા હતા.મહિલાની પરિસ્થિતિ ગંભીર થતા વાનમાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી અને મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી.બાદમાં સારવાર અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
