ટંકારાના વિરવાવ ગામે ઓનીક્સ સ્ટ્રેકચર પ્રા. લીમીટેડ કંપનીમાથી રૂ. 27 લાખથી વધુની પેનલોની ચોરી
ટંકારા: ટંકારા તાલુકાના વિરવાવ ગામે વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્લોટમાં રાખેલ ઓનીક્સ સ્ટ્રેકચર પ્રાઈવેટ લિમિટેડ કંપની ના સોલાર પાવર પ્લાન્ટની પેનલો ૧૫૫ જેની કિંમત રૂ.૨૭,૩૦,૭૨૮ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ પુષ્કરધામ રોડ વ્રજવાટીકા ફ્લેટ નં-૧૦૧ માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા ખીલનભાઈ હરેશભાઈ સાવલીયા (ઉ.વ.૨૪)એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૩-૨૦૨૩ થી ૧૫-૦૩-૨૦૨૩ દરમ્યાન અજાણ્યા આરોપીઓએ ફરીયાદીની ઓનીક્સ સ્ટ્રેકચર પ્રાઈવેટ લીમીટેડ કંપનીના સોલાર પાવર પ્લાંટની પેનલો કુલ-૧૫૫ જેની કિંમત રૂપીયા ૨૭,૩૦,૭૨૮/- ની કોઈ અજાણ્યા ચોર ઇસમો ગેરકાયદેસર ખુલ્લા પ્લોટમા પ્રવેશ કરી ચોરી કરી કોઈ અજાણ્યા વાહનમા ભરી લઈ ગયા હતા. આ બનાવ અંગે ખીલનભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ઈપીકો કલમ -૩૭૯,૪૪૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.