ટંકારાના સજનપર ગામે કુળદેવીપાન દુકાનમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો
ટંકારા: ટંકરા તાલુકાના સજનપર ગામે કુળદેવીપાન નામની દુકાનમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને ટંકરા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકરા તાલુકાના સજનપર ગામે રહેતા ગોરધનભાઇ ઉર્ફે બાબો છનાભાઈ ભીસડીયા (ઉ.વ.૩૩) એ પોતાની કુળદેવીપાન નામની દુકાનમાં કાપડની દુધીયા કલરની થેલીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ – ૩ કિં રૂ.૧૧૨૫ ના મુદામાલ સાથે ટંકરા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.