ટંકારામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરા(ફીરકી) નું વેચાણ કરતા ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો
ટંકારા: ટંકારા દયાનંદ ચોકમાં ખોડીયાર સિઝન સ્ટોરમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરા (ફીરકી) નુ વેચાણ કરતા ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા બસ સ્ટેશન પાછળ પટેલનગરમા રહેતા અકિંતભાઈ અશ્વિનભાઈ ભગદેવ (ઉ.વ.૨૭)એ પોતાના હવાલા વાળા ખોડીયાર સીઝન સ્ટોરમાં ચાઇનીઝ કંપનીની “WELPN MONO” નામ ની ચાઇનીઝ દોરીના ગરેડા/ફીરકી નંગ-૧ કિ.રૂ. ૨૦૦/- ગણી કુલ ગરેડા/ફીરકી નંગ- ૨૦ ની કિ.રૂ. ૪૦૦૦/-ની પોતાના કબ્જામાં રાખી મળી આવતા ટંકારા પોલીસે તેને ઝડપી પાડી ઇ.પી.કો. કલમ- ૧૮૮ તથા જી.પી.એકટ કલમ-૧૩૧ તથા ૧૧૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.