Wednesday, March 25, 2026

તહેવાર પર શિંગાળા લોટ ખાવાથી ફૂડ પોઈઝિંગની 30થી વધુ લોકોને અસર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં આળસુ તંત્રના કારણે અનેક લોકો ફરાળી શિંગાળા લોટનો ભોગ બન્યા

મોરબીમાં જુદા જુદા વિસ્તારની અંદર રામનવમીના તહેવાર નિમિત્તે ફરાળી લોટની પૂરી બનાવીને ખાધા બાદ લોકોને ઉલટી અને ચક્કર આવવા લાગતા તાત્કાલિક હોસ્પિટલ એ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોરબીના નાની વાવડી,બગથળા, ગાળા, આ સહીત મોરબી શહેરના આલાપ રોડ, અવધ સોસાયટી સહીત અનેક વિસ્તારમાંથી લોકોને ફૂડ પોકિંગની અસર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મોરબીની પ્રાઇવેટ હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં અંદાજિત 30થી વધુ લોકોને અસર થવા થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ તો આ તમામ દર્દીઓને મોરબી જિલ્લાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે બનાવની જાણ થતા મોરબી આરોગ્યની ટીમો પણ અલગ અલગ હોસ્પિટલો ની અંદર સારવાર રહેલા ર્દીઓની નોંધણીઓ કરી રહી છે.

ઘટનાની જાણ થતા મોરબી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી અને આ કૂડ પોઈઝનીંગ થવાનું કારણ જાણવા તત્ત્વીજ હાથ ધરી હતી તો જિલ્લા ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ જ્યાં પણ આ પ્રકારની ફરિયાદ સામે આવી હતી ત્યાં આ ખાધ ચીજ વસ્તુઓના નમુના લેવાની તજવીજ ચાલી રહી છે. જોકે આ સેમ્પલ લેવાયા બાદ ક્યારે તેનો રીપોર્ટ આવશે અને કાર્યવાહી માટે લોકોને રાહ જોવી પડશે આ પહેલા અન્ય કોઈ લોકો આ પ્રકારની બેદરકારીનો ભોગ ન બને તે માટે સાવચેત થાય તે જરૂરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર