જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવની ઉપસ્થિતિમાં અધિકારીઓને માર્ગદર્શન
કમિશનર આરોગ્ય અને તબીબી સેવાઓ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા બ્લોક હેલ્થ મેળા 16મી એ આવનાર હેલ્થ એન્ડ વેલનેસ ડે (ટેલી મેડિસીન), પીએમ જય યોજના અંગે અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ અને અધિક કલેક્ટર એન.કે. મુછારની વિશેષ ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ જોડાયા હતા.આગામી સમયમાં યોજાનાર તાલુકા કક્ષાના આરોગ્ય મેળા અંગે આરોગ્ય કમિશનર દ્વારા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગે માર્ગદર્શન આપી રાજ્યની પ્રજાને કોઇપણ તકલીફ વગર આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારે આયોજન કરવા તાકીદ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ દ્વારા આરોગ્ય મેળાની કામગીરી અંગે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાને લઇ તમામ આયોજનો સુચારુ રીતે થાય તે અંગે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનું આયોજન, કોરોનામાં અનાથ થયેલા બાળકોના મા કાર્ડ આપવા ટેલિક્ધસલ્ટીંગથી, વીડિયો કોલીંગથી સારવારની સલાહ, માર્ગદર્શન અંગે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ ઉપસ્થિત અધિકારીઓને જાણકારી આપી હતી.
