મોરબી વિદ્યાદાન મહાદાનને ચરિતાર્થ કરવા પાટીદારધામ ના પ્રમુખ સેવક દેકાવડિયા કિરીટ ભાઈના ધર્મ પત્ની શોભનાબેનનો જન્મ દિવસ હોય…તેઓએ જન્મ દિવસની ઉજવણી કેક કાપી કે પાર્ટી કરીને કરવાને બદલે પાટીદાર ધામ કે જે Gpsc ના ક્લાસ ચલાવે છે તેમાં આર્થિક યોગદાન આપીને જન્મદિવસની સાદાયથી પ્રેરણાદાયી ઉજવણી કરી
સમાજને એક નવો રાહ ચિંધ્યો છે…જેથી ખોટા ખર્ચ કરવા કરતાં આપણી લક્ષ્મી શિક્ષણ અને આરોગ્ય સંસ્થા માં વપરાય તેવો હેતુ સિદ્ધ કર્યો છે…આજે શોભનાબેન ને ચોમેરથી સેવાકિય પ્રવૃત્તિ કરતા રહેવાની અને જન્મ દિવસની શુભકામના મળી રહી છે.
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...