ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના લુંટારૂઓ ત્રાટક્યા હતા અને આ વેળાએ પૂજારી જાગી જતા લાઉડ સ્પીકરથી ચોર-ચોરની બૂમો પડતા લુંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરી મંદિરની દાનપેટી લઈ અંધારામાં ઓગળી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના એકાદ વાગ્યે પાંચથી છ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ મંદિરમાં કોઈ કિંમતી ચીજવસ્તુ કે આભૂષણો હાથ ન લાગતા તસ્કરોએ કોશ વડે દરવાજો તોડવાનું શરૂ કરતા મંદિરના પૂજારી કિશોર મહારાજ જાગી ગયા હતા.
બીજી તરફ લૂંટારુઓને પામી ગયેલા કિશોર મહારાજે લાઉડ સ્પીકરમાં ચોર ચોરની બૂમો પાડવાનું શરૂ કરતા તસ્કર કમ લૂંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરતા ગ્રામજનોએ તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યા દશેક ટાકા આવ્યા નુ જાણવા મળ્યું છે. દરમિયાન પૂજારી ઉપર હુમલો કર્યા બાદ લૂંટારૂઓ મંદિરની દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા.બનાવને પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે પહોંચી છે અને પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તાલુકામા સારી એવી લોકચાહના ધરાવતા કિશોર મહારાજના ખબર અંતર પૂછવા ભક્તો પણ ઉમટી પડ્યા હોવાનું જાણવા મળે છે.
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...