ગત શુક્રવારે બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લાના ૨ તાલુકા દીઠ બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ટંકારા તાલુકાના હળબટીયાળી ગામે અને વાંકાનેર તાલુકામાં વાંકાનેર ખાતે ખેતીવાડી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા વિવિધ બાગાયત લક્ષી યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત બાગાયત ખાતાની નવી યોજનાઓ સહિતની માહિતી જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રી હેનસિવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમામાં ખેડૂતો એ ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તથા IMA (Indian Medical Association) મોરબી દ્વારા “શ્રી બુનિયાદી કન્યા શાળા” તથા “તાલુકા શાળા નંઃ૧” મોરબી ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા બંને શાળાઓમાંથી કુલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આગામી તા ૧૪-૯ રવિવાર ભાદરવા વદ ૮ થી તા.૨૦-૯ શનીવાર ભાદરવ વદ ૧૪ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં વ્યાસાસને શ્રી શ્રી...
મોરબીના લીલાપરમા મહાદેવ કારખાના પાસે રહેતા કિશોરભાઈ બચુભાઈ વાઘાણી (ઉ.વ.૩૪) નામનો યુવક લીલાપર ફિટર હાઉસ પાસે ડૂબેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જહેમત બાદ લીલીપર ફિટર હાઉસ પાસે ડૂબેલ કિશોરભાઈ બચુભાઈ વાઘાણી...