મોરબી: મોરબીનાં લીલાછમ્મ અને લોર્ડ્સ ટાઈપ મુરલીધર ક્રિકેટ મેદાનમાં ગર્લ્સ ટ્રાયગલ ક્રિકેટ સિરીઝનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મધુપુર માસ્ટર્સ, રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર ટિમ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર બાદ ફાઇનલ મેચ રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર વચ્ચે રમાયો હતો. દિલધડક ફાઈનલ્સ મુકાબલામાં રામપર રોયલ્સ વિનર થઇ હતી. બાળકોને રામપર શાળા તરફથી અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. મધુપૂર શાળા તેમજ દ્વારકેશ હોટેલ તરફથી આકર્ષક ઈનામી ટ્રોફીના દાતા બન્યા હતા.
સોખડા સ્કૂલ તેમજ પરંપરા હોટેલ તરફથી બાળાઓને સુંદર હેડકેપ આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોંનગ્રા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય આવી શક્યા નહોતા પણ એમના તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુખાભાઈ ડાંગર, વર્તમાન તાલુકા પંચાયતના સદસ્ય જયેશભાઇ રાઠોડ, સુરેશભાઈ ડાંગર, તા.શિ સંઘ મહામંત્રી કાનજીભાઈ રાઠોડ, માળીયા મહાસંઘના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, મોરબી જિલ્લા આરોગ્ય સંઘના પ્રમુખ પ્રિન્ગલભાઈ ડાંગર, પ્રભાતભાઈ બોરીચા,દિનેશભાઈ કાનગડ, કિશોરભાઈ બાલાસરા, રાજેશભાઈ રાઠોડ,રાજેશભાઈ બાલાસરા,પ્રકાશભાઈ બોરીચા, પ્રફુલભાઈ ડાંગર, સુનિલભાઈ બરાસરા, દિવ્યેશભાઈ અઘારા વગેરે બાળાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ શુભેછા પાઠવી હતી.તેવું સોખડા શાળાના શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૨૩/૧૦/૨૫ ને ગુરુવાર (ભાઈબીજ) ના રોજ બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા આયોજિત ગૌશાળા ના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક જેસલ તોરલ અને હાસ્ય રસિક કોમિક ગાંડિયાની ગાંડાઈ રાત્રે ૯:૩૦ કલાકે રાખેલ છે.
તો દરેક ધર્મ પ્રેમી ગૌ પ્રેમી જહેર જનતાને નાટકમા...
મહાપુજન ,મહાઆરતી,મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાશે
મોરબી : શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૧૫ ને બુધવારના રોજ શનાળા, લીમડાવાળા મેલડી મંદિર પાછળ ઉમિયાનગર સોસાયટી મોરબી ખાતે શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે જેમાં તા.૧૫ ને બુધવારે સવારે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ કલાકે ઉમિયાનગર શકત શનાળા...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર મોબાઇલ ચોરી થયાનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેથી મોરબી તાલુક પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા પ્રત્યનશીલ હોય તે દરમ્યાન બાતમીના આધારે...