મોરબી: ગત તારીખ ૭/૧/૨૦૨૨ ના રોજ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા નો સન્માન કાર્યક્રમ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો માટે પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું માતૃ કૃપા ફાર્મહાઉસ,મોટી વાવડી ખાતે થયેલ. જે અંતર્ગત ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા karoke સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં શાખા ના દરેક સભ્યો તેમજ બાળકો દ્વારા ખૂબ સરસ રીતે અલગ અલગ ગીત રજૂ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે RSS મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઇ બદ્રકીયા, સંસ્કૃત ભારતીના પ્રમુખ કિશોરભાઈ શુકલ, સીમા જાગરણ મંચ ના સહ સંયોજક હિરેનભાઈ વિડજા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગ્રામ્ય કક્ષા ના અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહીને સભ્યોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો.
ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમમાં મોરબી શાખાના ઉપ પ્રમુખ અને મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાનું ભારત વિકાસ પરિષદના પારિવારિક સભ્યો દ્વારા પુસ્તકપુષ્પ વડે અદકેરું સન્માન કરવામાં આવ્યું. તેમજ આ કાર્યક્રમ માં શાખાના વિકાસ અને ઉત્કર્ષ માટે રાજેશભાઇ બદ્રકિયા, ડૉ જયેશભાઇ પનારા, ડો મનુભાઈ કૈલા દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.
મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તેમજ ગાયત્રી કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ ૦૩/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ સાંજના ૦૪:૦૦ થી ૦૭:૦૦ કલાકે સંસ્કાર બ્લડ બેન્ક શનાળા રોડ નવા બસ સ્ટોપ પાસે, જીઆઇડીસી મોરબી ખાતે " આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નિઃશુલ્ક...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારત ભરની 5 લાખ શાળાઓની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવેલ છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવ્યો.
આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો...
મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે કેરાળા હરીપર નદીના પટમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જે ખનીજ ચોરી બંધ કરવા કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામમા ખનીજ માફિયાઓ દ્વારા કેરાળા હરીપર...