મહેન્દ્રનગર ગામે શોભાયાત્રા દરમ્યાન નજીવી બાબતે હુમલો કરનાર ઈસમો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ
ત્યારબાદ રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશ દલસાણીયાએ રાજેશભાઈ શેરસીયાને સમાધાન કરવા માટે મહેન્દ્રનગર ચોકડી બોલાવે ત્યારે આ રાજેશભાઈ શેરસીયા ત્યાં મહેન્દ્રનગર ચોકડીએ જતા ત્યાં હાજર રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઈ દલસાણીયા અને તેની સાથે પહેલેથી જ કાવતરું રચીને તેમના કહેવાથી આવેલ અજાણ્યા ૨૫ જેટલા મુસ્લિમ લોકોએ રાજેશભાઈ શેરસીયા અને જીગ્નેશભાઈ કૈલા ઉપર ઔચીંતા હિચકાર હુમલો કરેલ.
હિન્દુઓના પવિત્ર તહેવારમાં આવા રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઈ દલસાણીયા જેવા આવારા ઈસમો દ્વારા હિન્દુ સમાજની લાગણીને એકમાત્ર ઠેસ પહોંચાડવાના બદઈરાદાથી જે મુસ્લિમ સમાજના લોકોની સાથે મળી કાવતરું કરેલ અને સમાધાન કરવાની ખોટી વાત કરી રાજેશભાઈ શેરસીયા અને જીગ્નેશભાઈ કૈલા ઉપર થયેલ હુમલાને વિશ્વ હિન્દુ પરિષદ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આકરી ટીકા કરે છે તેમજ આવા કાવતરામાં સંડોવાયેલા તમામ લોકોને શિક્ષાત્મક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે તેમજ હિન્દુ સમાજના આવા કલંકરૂપ રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઈ દલસાણીયા જેવા ઈસમોને કાયદાનું ભાન કરાવવામાં આવે જેથી ભવિષ્યમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવામાં ન આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કલેકટર અને મોરબી જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.