માળીયા (મી) ને.હા. રોડ પર નવજીવન હોટલના ગ્રાઉન્ડમાં સાત શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી હથીયારનો રોફ જમાવ્યો
માળીયા (મી) : માળીયા (મી) નેશનલ હાઇવે રોડ ઉપર હોનેસ્ટ હોટલ સામે, નવજીવન હોટલના ગ્રાઉન્ડમાં આવેલ ગેરેજ ખાતે રીપેરીંગમા આવેલ અને યુવકે વારા પજી વારો ગાડી રીપેરીંગ થશે તેમ કહેતા જે બાબતેનો ખાર રાખી સાત શખ્સોએ પિસ્તોલ જેવા હથીયાર ધારણ કરી યુવકની હોટલના ગ્રાઉન્ડમાં આવી યુવકને મૃત્યુનો ભય બતાવી મારી નાખવાના ઇરાદે બે શખ્સોએ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી સાત શખ્સોએ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સફીરભાઈ મોવર (ઉ.વ.૨૯) રહે. માળીયા (મી) ત્રણ રસ્તા પાસે હાલ રહે. અંકલેશ્વર શ્યામ નગર ચોકડી કોઢી વાલા કોમ્પલેક્ષ તા. અંકલેશ્વર જી. ભરુચ વાળાએ આરોપી જુસબભાઈ ગુલમામદભાઈ મોવર રહે. મોરબી મચ્છીપીઠ, હૈદર સુમારભાઈ મોવર, ઓસમાણભાઈ સુમારભાઈ મોવર રહે બંને માળિયા (મી) નાઝ રોઇલાન્સ પાસે હાઈવે રોડ ઉપર તથા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રીના સવા અગીયારેક વાગ્યાના અરસામાં આરોપી ઓસમાણભાઈની ટ્રક ફરીયાદીની હોટલમા આવેલ ગેરેજ ખાતે રીપેરીગમા આવેલ અને ફરીયાદીએ વારા પછી વારો ગાડી રીપેરીગ થશે તેમ કહેતા જે બાબતેનો ખાર રાખી આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે પીસ્તોલ જેવા હથીયાર ધારણ કરી ફરીયાદીના હોટલના ગ્રાઉન્ડમા આવી ફરીયાદીને મુત્યુનો ભય બતાવી મારી નાખવાના ઇરાદે આરોપી જુસબભાઈ તથા આરોપી હૈદરભાઈએ ફાયરીગ કર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર સફીરભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
