માળીયાના જસાપર ગામે આધેડ પર ચાર શખ્સોનો કુહાડી વડે હુમલો
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના જસાપર ગામે પાણીનાં વહેણમાં આધેડે નાખેલ કચરો લેવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી શખ્સના હાથમાં રહેલી કુહાડીનો ઘા કરી તેમજ અન્ય શખ્સે આધેડને લોખંડની સણાથી વડે આધેડને મુંઢ માર માર્યો હતો અજાણ્યા બે શખ્સોએ આધેડને ઢીકાપાટુનો મારમાર્યો હોવાની ભોગ બનનાર આધેડે ચારે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જસાપર ગામે રહેતા માવજીભાઈ સુખાભાઈ ચાવડા (ઉ.વ.૫૩) એ આરોપી કાનાભાઈ આલાભાઈ બાલાસરા તથા પરબતભાઇ ખીમાભાઇ ચાવડા રહે. બંને મોટીબરાર તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૫-૨૦૨૩ ના રોજ ફરીયાદીને આરોપી કાનાભાઈએ પાણીના વહેણ્માં ફરીયાદીને નાખેલ કચરો લેવા બાબતે બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના હાથમાં રહેલી કુહાડીનો ઘા કરીને તેમજ આરોપી પરબતભાઇએ લોખંડનિ સણાથ વડે ફરીને મુંઢ ઇજા કરી તેમજ અજાણ્યા બે માણસોએ ઢીકાપાટુનો માર માર્યો હોવાની ભોગ બનનાર માવજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.