માળીયાના ભાવપર ગામે બે મહિલા સહિત પાંચ શખ્સોએ ધોકા વડે હુમલો કરતાં એક યુવકનું મોત, એક ઈજાગ્રસ્ત
માળીયા (મી) : માળિયા તાલુકાના ભાવપર ગામે યુવકને તેના ભત્રીજાને બે શખ્સો સાથે ધંધા બાબતે બોલાચાલી થયેલ જેથી યુવકે ઝઘડો નહીં કરવા સમજાવેલ જે બાબતનું મનદુઃખ રાખી પાંચ શખ્સોએ ઉશકેરાઇ જઇ બંને યુવકોને ધોકા વડે માર મારતાં માથાના ભાગે યુવકને ધોકો વાગી જતા યુવકનુ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે પાંચે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ભાવપર ગામે રહેતા ધીરૂભાઇ નરશીભાઈ કાળુ (ઉ.વ.૪૦) એ આરોપી છગનભાઇ બચુભાઈ કાળુ, કેશાભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઇ, ભરતભાઈના પત્ની ગીતાબેન, છગનભાઇના પત્ની રહે. બધા – ભાવપર તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીને તેના ભત્રીજા મુકેશભાઇ પ્રભુભાઇને આરોપી નં.૧ તથા આરોપી નં.૩ સાથે સાતેક દીવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી થયેલ જેથી ફરીયાદીએ ઝઘડો નહી કરવા સમજાવેલ જે બાબતેનુ મન દુખ રાખી આરોપી છગનભાઇ તથા કેશાભાઈ તથા ભરતભાઈ તથા ગીતાબેન તથા છગનભાઈના પત્નીએ ફરીયાદી તથા બટુકભાઈ નરશીભાઈ કારુને ભુંડાબોલી ગાળો આપી આરોપી કેશાભાઈ, ભરતભાઈ, ગીતાબેન તથા છગનભાઈના પત્ની એકદમ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી છગનભાઇએ ફરીયાદીને ધોકાવતી માથાના ભાગે બે ઘા મારતા પાંચ ટાંકા આવેલ અને બટુકભાઇ નરશીભાઇ કારુ ઉ.વ.૪૫ વાળા વચ્ચે પડતા આરોપી છગનભાઇએ માથામાં ધોકો મારતા માથામાં ઇજા થતા પોહચતા બટુકભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ધીરૂભાઇએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨, ૩૨૪, ૩૨૩, ૧૧૪, ૫૦૪, ૫૦૬,(૨) તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
