માળીયાના મોટી બરાર ગામે કેશ પાછા ખેંચી લેવાની ના પાડતા શખ્સે આધેડને જાનથી મારી નાંખવાની આપી ધમકી
માળીયા (મી): માળિયા તાલુકાના મોટી બરાર ગામે બે વ્યક્તિ પર કશ ચાલું હોય જે કેશ પાછા ખેંચી લેવનુ એક શખ્સે આધેડને કહેતાં આધેડે કેશ ખેંચી લેવાની ના પાડતા શખ્સે આધેડને ગાળો આપી જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર આધેડે માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટી બરાર ગામે રહેતા નિવૃત્ત સામાજીક કાર્યકર ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયા (ઉ.વ.૬૧) એ આરોપી નિર્મળ મુળુભાઇ કાનગડ રહે. જશાપર તા.માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૦૧-૨૦૨૩ ના બપોરના આશરે પોણા બારેક વાગ્યે આરોપી એ ફરીયાદીને કહેલ કે મારા મળતીયા એભલ ઉર્ફે વિનોદ ભવાન અને અકબર સામે કેશ ચાલુ છે તે કેશ પાછા ખેંચી લેવાનુ કહેતા ફરીયાદીએ કેશ પાછા ખેંચી લેવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ જાતી પ્રત્યે બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કર્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર ભુરાલાલે આરોપી વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(R)(S) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.