માળીયાના વેજલપર ગામે રડતું બાળક છાનું ન રહેતા માતાએ ઝેરી દવા ગટગટાવી
મોરબી : માળીયા તાલુકાના વેજલપર ગામે પોતાનું રડતું બાળક છાનું ન રહેતા લાગી આવતા માતાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુનીબેન રાયસિંગભાઇ વસુનીયા ઉ.વ.-૨૧ રહે.મુળ છોટી જામલી જી.જોબટ (એમ.પી) હાલ રહે.વેજલપર (માવજીભાઇ પટેલ) ના વાડી ખેતરમા વાળી ગઇ તા.૧૦/૧૧/૨૦૨૨ ના રાત્રીના નવેક વાગ્યે તેણીનો નાનો દિકરો કાર્તીક વધારે પડતો રડતો હોઇ તે તેણીથી જોવાયેલ નહિ જેથી મનોમન લાગી આવતા પોતાની મેળે ખડમા છાંટવાની ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલમા સારવારમા દાખલ તા. ૧૦/૧૧/૨૦૨૨ ના રોજ દાખલ થયેલ ત્યારબાદ ભોગ બનનાર મોરબી સીવીલ હોસ્પિટલથી રજા લઇ પોતાના વતનમાં ખાનગી હોસ્પિટલમાં (મધ્ય પ્રદેશ) મુકામે સારવારમા દાખલ થયેલ અને તા. ૨૩/૧૧/ ૨૦૨૨ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.