આવતી કાલે ૧૬ એપ્રિલ એટલે વિશ્વ અવાજ દિવસ: આર.બી.એસ.કે. હેઠળ જિલ્લામાં છેલ્લા ૫ વર્ષમાં ૩ કરોડથી વધુનો ખર્ચ કરી ૪૦થી વધુ બાળકોને બોલતા સાંભળતા કર્યા
સર્જરી, હિયરીંગ એઈડ અને સ્પીચ થેરાપી જેવી અદ્યતન સારવારથી બાળકોના જીવનમાં અવાજના સપ્તરંગો ભરવામાં આવ્યા
“હાલ ભુલકાં…..
એક મેકને અવાજ આપીએ,
ચકલી મેના પોપટને બોલાવીએ.
થોડું એ બોલે, થોડું તું બોલે,
એમ આખું ફળિયું ગજવીએ”.
સૃષ્ટિ પર માણસનું નિર્માણ વિશેષ રીતે થયું છે. માનવ શરીરના પ્રત્યેક અંગ આગવી વિશેષતા ધરાવે છે. એમાંય માણસનો અવાજ સવિશેષ છે કારણ કે, માણસ સિવાય અન્ય કોઈ પ્રાણી પાસે શાબ્દિક ભાષા નથી. જેથી માનવ જીવનમાં અવાજનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે એવા બાળકો કે, જે જન્મથી જ સાંભળી કે બોલી શકતા નથી તેમના માટે આ અવાજની ગુંજતી દુનિયા કલ્પના જ બની રહે છે. આજે ટેકનોલોજીની મદદથી આવા બાળકોને યોગ્ય સારવાર અને થેરાપી આપી બોલતા કે સાંભળતા કરી શકાય છે.
સરકાર દ્વારા આવા બાળકો માટે વિશેષ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે આવા બાળકોને વિનામુલ્યે કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરી, હિયરીંગ એઈડ અને સ્પીચ થેરાપી સહિતની અદ્યતન સુવિધા આપી બોલતા સાંભળતા કરવાનું સ્વપન સેવ્યું છે. ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગે સરકારના આ સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લામાં કોઈ બાળક અવાજની આ સપ્તરંગી દુનિયાથી વંચિત ન રહી જાય તે તરફ કમર કસી છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ૫ વર્ષ દરમિયાન ૨૭ બાળકોની સફળતાપુર્વક કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરી કરાવવામાં આવી છે. કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરી કરાયેલા આ બાળકોને વધુ સારવારમાં સ્પીચ થેરાપી આપવામાં આવી છે. ઉપરાંત ૨૨ બાળકોને હીયરીંગ એઈડ પણ આપવામાં આવી છે. આમ, છેલ્લા ૫ વર્ષમાં મોરબીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૪૦ થી વધુ મુક અને બધીર બાળકોની સારવાર દ્વારા તેમના જીવનમાં અવાજના રંગ ભરી તેમનું જીવન કલરવમયી બનાવવામાં આવ્યું છે.
જિલ્લા આરોગ્ય વિભાગના આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો. વિશાલ તેરૈયા જણાવે છે કે, “આવા દિવ્યાંગ બાળકોને અદ્યતન સારવાર માટે રાજકોટ, અમદાવાદ કે ગાંધીનગર રીફર કરવામાં આવે છે. જ્યાં તેમને કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરીની સારવાર આપવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષમાં મોરબી જિલ્લામાં કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરીની સારવાર માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૩ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે સ્પીચ થેરાપી માટે ૩૦ હજાર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં રાષ્ટ્ર્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૧૭ ટીમો કાર્યરત છે. જે ટીમો દ્વારા શાળાના બાળકો, આંગણવાડીના બાળકો તેમજ નવજાત શીશુઓનું સ્ક્રિનીંગ કરવામાં આવે છે. આ બાળકોમાં કોઈ ખામી જણાય તો બાળકને સારવાર માટે રીફર કરવામાં આવે છે અને તેમની વિનામુલ્યે સારવાર કરવામાં આવે છે”.
આવતીકાલ તા. 25 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જન ડો. અચલ સરડવા (MS Orthopaedic) ની મોરબીની અથર્વ હોસ્પિટલ ખાતે રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં હાડકાંને લગતાં દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને...
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લા પંચાયત ૧૦માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ની ઉજવણી અન્વયે તા.૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પટેલ સમાજવાડી, બગથળા, તા. મોરબી, ખાતે મેગા આયુર્વેદ -હોમિયોપેથી...
રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ આગામી સમયમાં યોજાનાર છે. યુવા ઉત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-૦૧/૧૦/૨૦૨૫ છે.
યુવા ઉત્સવમાં મોરબી...