Monday, May 19, 2025

મોરબી ગેંગરેપ કેસમાં ચાર નરાધમોને પોલીસે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીમાં બ્યુટી પાર્લર ધરાવતા પરિણીત મહિલાને ઓફિસમાં બોલાવી ઘેની પદાર્થ પીવડાવી ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યાનો બનાવ નોંધાયો હતો. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મહિલાની ફરિયાદ લઈને હાલમા વકીલ પુત્ર-જમાઇ સહીત ચારેય નરાધમોને ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં બ્યુટી પાર્લર ધરાવતા પરિણીત મહિલાએ રાત્રે લગ્નની સિઝનને કારણે મોડે સુધી પોતાના પાર્લર ખુલ્લું રાખ્યું હતું ત્યારે બાજુમાં ઓફિસ ધરાવતા શખ્સે પરણિત મહિલાને પોતાની ઓફિસમાં બોલાવી ઘેની પીણું પીવડાવી દેતા તેઓ બેભાન બની ગયા હતા અને સભાન અવસ્થામાં આવતા જ તેમની બાજુમાં એક શખ્સ કઢંગી હાલતમાં હોવાનું જણાતા ચોકી ઉઠી સમગ્ર બનાવ અંગે પોતાના પતિને જાણ કરતા આ ઘટનામાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બનાવને લઈને નાયબ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારી દ્વારા તપાસ શરૂ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ચાર આરોપીઓ ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫), યશ વિશ્વાસભાઈ દેસાઈ (ઉ.વ.૨૦), અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી (ઉ.વ. ૨૦), રવિ દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧)ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ વધુમાં મળતી માહિતી મુજબ રવિ દિલીપ ચૌહાણ મૂળ બોટાદનો છે અને તે યસ દેસાઈના બનેવી થાય છે આ  દુષ્કર્મના કેસમાં પોલીસ દ્વારા વકીલ વિશ્વાસ દેસાઇના પુત્ર યશ દેસાઈ અને તેના જમાઈ રવિ દિલીપ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર