મોરબીના ચાંચપર ગામે રહેતા તુષાર કેશવજીભાઈ ભાલોડિયા નામનો યુવાન ગઈકાલે પોતાની કાર લઈ નોકરી કરવા જતો હતો ત્યારે શનાળા મેલડી માતાજીના મંદિર નજીક આરોપી વરુણ અને અન્ય ત્રણ અજાણ્યા શખસોએ તુષારની કાર સાથે કાર અથડાવી આંતરીને લોખંડના પાઇપ અને ધોકા વડે જુના ઝઘડાનો ખાર રાખી હુમલો કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં હુમલાખોર વરુણ સહિતના ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
