મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે તમામ વિભાગમાં બદલી કરવામાં આવી રહી છે. જેમાં આરોગ્ય વિભાગમાં પણ આજે ૧૬ જેટલા જિલ્લા આરોગ્ય અધિકારીની બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મોરબીમાં ફરજ બજાવતા જે.એમ.કતીરાની અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે પોરબંદરના જિલ્લા આરોગ્ય અધિકારી અને મૂળ મોરબીના જ વતની ડો. કવિતા દવેની મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
