હળવદ ખાતે યોગી આદીત્યાનાથની જાહેરસભા સમયે સભાને સંબોધતા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ ભાંગરો વાટ્યો હતો અને જાણે વડાપ્રધાનની કમી પુરી કરતા હોય તેમ ધારાસભ્યના ઉમેદવાર અને વિધાનસભાની ચુંટણીમાં પ્રકાશ વરમોરાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી
જેમા પ્રકાશ વરમોરાને વડાપ્રધાન ગણાવતા ભારે રમુજ પેદા થઈ હતી અને ઉપસ્થિત લોકો પણ બે ઘડી અચંબિત થઈને પ્રવચનને પરાણે ગળે ઉતારી સહન કરવુ પડ્યુ હોય તેવો તાલ સર્જાયો હતો જેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આમ ભાજપના નેતાઓને દેશના વડાપ્રધાન કૌન ? તેવા સવાલો સાથે અપુરતા જ્ઞાનની ઉણપ દેખાય હતી તેવો તાલ હળવદમાં જોવા મળ્યો હતો
મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ લોખંડની ઘોડી પરથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બીહાર રાજ્યના વતની અને હાલ મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં...
મોરબી તાલુકાના નાની વાવડી ગામે શ્રી બાલા હનુમાન સોસાયટી જી.ઈ.બી. ઓફીસની પાછળ જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ શખ્સોને રૂ. ૨૭,૫૦૦ ના મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના નાની...
માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ. ૨,૫૨, ૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૨,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને માળીયા મી. પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે વવાણીયા ગામના રહિશ કિશનભાઇ આયદાનભાઇ બોરીચાએ પોતાના કબ્જા ભોગવટાવાળા વાડાની...