પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મોરબી જીલ્લા સંગઠન પ્રભારીની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા માલધારી સેલની રચના કરીને હોદેદારોની નિમણુક કરવામાં આવી છે
મોરબી જીલ્લા માલધારી સેલના સંયોજક તરીકે કાનજીભાઈ ડુંગરભાઇ ભુંભરીયા, સહ સંયોજક તરીકે નાજાભાઈ પેથાભાઈ ભરવાડ તેમજ સભ્ય તરીકે રાજુભાઈ મૈયાભાઈ ગમારા, નીતિનભાઈ નારણભાઈ પાઘરીયા, ભુપતભાઈ માંડણભાઈ પાંચિયા, રમેશભાઈ ગેલાભાઈ પાંચિયા, નવઘણભાઈ નાગજીભાઈ વકાતર, મોનાભાઈ દેવાભાઈ ખાંભરા અને ભરતભાઈ ગમારાની વરણી કરવામાં આવી છે
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...