મોરબી: મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં આર્યસમાજમાંથી આચાર્ય નરેશજી તેમજ માતૃભૂમી વંદના ટ્રસ્ટમાંથી મહેશભાઈ ભોરણીયા તેમજ તેમના પિતા પરસોત્તમભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય નરેશજી એ તેમના વકતવ્યમાં જ્ઞાન, બ્રહ્મચર્ય, રાષ્ટ્રભાવના, વેદ, સભ્યતા, અંધશ્રદ્ધા જેવી બાબતો પર ખુબ સરળ શૈલીથી માર્ગદર્શન આપી, વિદ્યાર્થીઓને એક આદર્શ માનવી અને નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા. આ તકે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા, પ્રાથમિક વિભાગના સંચાલક દિપ્તીબેન રંગપરિયા તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા આચાર્ય નરેશજીનો આભાર વ્યક્ત કર્યો હતો.