મોરબી: તાલુકા પોલીસે વધતા જતા ગુનાહને ડામવા લેબર કોન્ટ્રાક્ટર સાથે મિટિંગ યોજી

સીરામીક એસોસિએશન ઓફીસ ખાતે રાખી હતી મિટિંગ જેમાં ગુનાહખોરી ડામવા સૂચન કરાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીરામીક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો ના ગુમ થવાના,અપહરણ તેમજ બળાત્કાર,આપઘાત કરવાના બનાવો ભુતકાળમાં ખુબ જ પ્રમાણમાં બનેલ છે જેથી ભવિષ્ય મા આવા પ્રકાર ના ગુનાઓ બનતા અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીક એકમો ના ઉધોગકારો તેમજ લેબર કોન્ટ્રાક્ટરોની મોરબી જિલ્લા પોલીસ દ્વારા તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ને કલાક ૧૧/૦૦ વાગ્યે લાલપર ખાતે આવેલ સીરામીક એસોસિયન ની ઓફિસ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું આ મિટીંગમા સિરામીક એશોસીયનના પ્રમુખ તેમજ બહોળી સંખ્યામાં સિરામિક ઉધોગ કારો તેમજ સિરામિક લેબર કોન્ટ્રાક્ટરો હાજર રહેલ હતા આ તમામને પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓ દ્વારા અપહરણ તેમજ બળાત્કાર તેમજ આપઘાત કરવાના બનાવો અટકાવવા તથા ચોરીના બનાવો અટકાવવા તથા પરપ્રાંતીય મજૂરોનુ પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવા બાબતે માહિતી આપેલ હતી તેમજ ૧૮ વર્ષથી નાની ઉંમરના કોઇ પણ સગીર બાળકો કે બાળકીને કામ પર નહી રાખવા સમજ કરેલ તેમજ તમામ મજુરોની નોંધણી કરવા તેમજ દરેક વ્યકિતઓનું કારખાનામાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરી રજીસ્ટર નિભાવવા અંગે સુચનાઓ આપવામાં આવેલ.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img