વિકાસ વિદ્યાલય ની બાળાઓ એ રાસગરબાની રમઝટ બોલાવી
મોરબી ગમોરબી : નવલખી રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીના નવરંગ માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે વિકાસ વિદ્યાલયની બાળાઓ એ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી નવરંગ માંડવાંના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.સમગ્ર મોરબી પંથકમાં આસ્થા શ્રદ્ધાના પ્રતીક સમાં મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા માતાજીનો નવરંગ માંડવો તા.11ના રોજ યોજાયો હતો.જેમાં રાવળદેવ હરદેવભાઈએ ડાકના તાલે માતાજીના ગરબા-દુહાની રમઝટ બોલાવી હતી.જેમાં માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના માંડવાંના દર્શનનો લાભ હજારો ભકતોએ લીધો હતો

વધુમાં માતાજીના માંડવા નિમિતે તા.9ને શનિવારે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબી વિકાસ વિદ્યાલયની 100 થી વધુ બાળાઓ મનમૂકી રમીને આનંદ વ્યક્ત કર્યો હતો.આ રાસ ગરબા કાર્યક્રમમાં મોરબીની અંજલી ઓરકેસ્ટ્રા રમેશ ભદ્રાની ટીમે વિનામૂલ્યે સેવા આપી બાળાઓને રમાડી હતી.
