મોરબી: મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું સંપન થયા જેમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ તકે નવદંપતીઓને વડીલોએ આશિર્વચન પાઠવ્યા હતા.
મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નન યોજાયા હતા જેમાં અગિયાર નવ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા. આ અગિયાર દીકરીઓને ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર તરફથી કરિયાવર રૂપે ૨૦૦ જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ આ તકે નવ દંપતીઓને વડીલો દ્વારા આશિર્વચન પાઠવ્યા હતા. તેમજ સમૂહલગ્નને સફળ બનાવવા ધનુંભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઇ ડાંગર ,દીપકભાઈ, રઘુભા ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલ રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય...
માળીયા મીંયાણા વિસ્તારના મુળવદર રણકાંઠે રહેતા મહિલાને માથામાં દુખતું હોય જેથી માથાના દુખાવાની બદલે ઝેરી દવા પી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા માલાણી શેરીમાં રહેતા મોહસીનાબેન ગુલજારભાઈ માલાણી (ઉ.વ.૨૦) નામની મહિલા પોતાના માતા પિતાને ત્યાં મુળવદર રણકાંઠે હોય તે દરમ્યાન માથામાં દુખતું હોય જેથી માથાના...