મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ જાહેર પાર્કિંગમાથી બાઈકની ઉઠાંતરી
મોરબી: મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ ચંપલની લારીઓ પાસે આવેલ જાહેર પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપુર ગામે અજંતા એપાર્ટમેન્ટ સી/૬૦૧ માં રહેતા પપ્પુભાઈ કૈલાશભાઈ શાહુ (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ ચંપલની લારીઓ પાસે આવેલ જાહેર પાર્કિંગમાથી ફરીયાદીની માલીકીનુ ટીવીએસ કંપનીનું રેડીઓન મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-AE-3640 વાળુ સને ૨૦૨૨ ના મોડલનુ કિં રૂ.૬૦,૦૦૦ વાળું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે પપ્પુભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.