Wednesday, June 18, 2025

મોરબી: નવા બસસ્ટેન્ડ નું બિલ્ડીંગ તાત્કાલિક કાર્યરત કરવા કોંગ્રેસ કલેકટરને આવેદન આપી પ્રજાહિત કામ કરશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી આવતી કાલના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ નુ નવુ બિલ્ડીંગ લોકો માટે કાર્યરત કરવા, મોરબી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવશે: કોંગ્રેસ

તાજેતર માં ગુજરાત ના મુખ્યમંત્રી મોરબી આવેલ અને તેના દ્રારા પણ નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન થયેલ નથી, તો કોની રાહ જુવે છે, કેમ મુહૂર્ત સારુ નથી કે 2024 ની લોકસભા ચુંટણી ની રાહ જોઈ રહ્યા છો?.

ઉનાળા ની અસહય ગરમી મા ખૂલ્લા તડકા મા મુશાફરો શેકાઈ રહ્યાં છે, ત્યારે કઠોર હૃદય ના શાસકો અને સરકાર પાસે જો ઉદ્ઘાટન કરવા માટે ટાઇમ ન હોય તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉદ્દઘાટન કરી આ અવ્યવસ્થા નો અંત લાવવામાં આવશે. મોરબી જિલ્લા ની પ્રજાની હાલાકી દુર કરવા, ગુજરાત ની ઊંઘતી સરકાર ને જગાડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવા નો કાર્યક્રમ રાખેલ છે. આવેદન આપવા માટે કોગ્રેસ પક્ષ ના વરિષ્ઠ આગેવાનો, હોદેદારો, દરેક ફન્ટલ/ સેલ ના હોદ્દેદારો તથા કાર્યકર ભાઈઑ – બહેનો ઉપસ્થિત રહેશે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ જણાવ્યું હતું

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર