મોરબી: નવું બસ સ્ટેન્ડ નવું બન્યા છતાં શરૂ નથી થયું ! નેતાઓ અંગત રસ લે તેવી સામાજિક કાર્યકર્તા ની માંગ
મોરબી શનાળા રોડ પર આવેલ નવું બસ સ્ટેન્ડ નવું બન્યા છતાં હજુ સુધી લોકાર્પણના થતા મુસાફરો મૂંઝાયા છે થોડા દિવસ પહેલા કોંગ્રેસે ધમપછાડા કર્યા આવેદન આપ્યા પ્રજા ને સાથે રાખીને લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ સુરસુરીયું થઈ ગયું ત્યાર બાદ સામાજિક કાર્યકર્તાઓ મેદાને આવ્યા અને જિલ્લા કલેકટર ને ધારાસભ્ય ને આવેદન આપીને બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા મથામણ શરૂ કરી
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, મુસભાઈ બ્લોચએ મોરબી જિલ્લા કલેકટર અને ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબીના શનાળા રોડ આવેલા આવેલા નવા બસ સ્ટેન્ડને ઘણા સમય પહેલા લાખોના ખર્ચે નવું બનાવવામાં આવ્યું હતું અને આ નવું બસ સ્ટેન્ડ એકદમ તૈયાર છે. હજારો મુસાફરોના ઉપયોગ માટે બસ સ્ટેન્ડ એકદમ તૈયાર હોવા છતાં કોઈ મોટા નેતાના હાથે ઉદ્ધાટન કરવાની રાહ જોવાતી હોય એમ હજુ આ બસ સ્ટેન્ડને મુસાફરોને ઉપયોગ માટે ખુલ્લું મુકાતું નથી. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં નવા બસ સ્ટેન્ડને ચાલુ કરાતું નથી. બસ સ્ટેન્ડને લોકો માટે ખુલ્લું મુકવા કોઈ મોટા નેતાની રાહ જોવી કોઈ કાળે યોગ્ય નથી. છેલ્લા છ-સાત મહિનાથી નવું બસ સ્ટેન્ડ તૈયાર હોય ચાલુ ન કરતા હવે આ નવા બસ સ્ટેન્ડમાં પાન-માવાની પિચકારીઓ મારેલી હોય અને ગંદકીના ગંજ ખડકાયા છે. ત્યારે ધૂળ ધાણી થતા આ નવા બસ સ્ટેન્ડના બિલ્ડિંગને તાકીદે ખુલ્લું મૂકવાની માંગણી કરવામાં આવી છે.