મોરબી:ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા નાની વાવડી માધવ અંધ અપંગ ગૌશાળાની ગોપી ગાયની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે નાની વાવડી ગામ સમસ્ત તથા માધવ ગૌશાળાના સંચાલક ચેતન પડસુંબિયા અને તેની ટીમ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધૂન રામજી મંદિર ચોકમાં રાખવામાં આવી હતી જેમાં ગામના સમસ્ત ગૌ પ્રેમી ભાઈ બહેનો ધૂનમાં આનંદ સાથે રાશ લીધી હતી સાથે ચિત્રા ધૂનમંડલના તમામ સભ્યો પણ રાશલીલામાં ભાવથી ભાગ લીધો હતો અને અમારા મંડળના સ્ટેજ કલાકાર સભ્યોભજનિક રતિલાલ પટેલ હેમંતભાઈ ભીમાણી ચંદુ ભાઈ કડિવાર વગેરેએ ધૂનની જમાવટ કરેલ અને સાથે તબલા વાદક અંબારામ પટેલ મંજીરા વાદક રતિલાલ ભાઈ મહાદેવભાઇ પ્રાનજીવનભાઈ વગેરેએ સાથ આપી ધુનમાં જમાવટ થઈ વાવડી ગામમાં અને અમારા મંડળ માટે અહો ભાગ્ય કહેવાય કે સૌ પ્રથમ વખત એક ગૌમાતાની પુણ્યતીથી નિમિતે ધુનનો લ્હાવો મળ્યો આ ધૂનમાં નાની વાવડી ગ્રામ જનો થકી દાનની સરવાણી વહાવી ને રૂ. ૬૩૦૦૦/ જેવું દાન આપ્યું જે તમામ દાન ચિત્રા હનુમાનજી ધૂન મંડળે માધવ અંધ અપંગ ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યું તેમ મંડળના પ્રમુખ ટી.સી. ફૂલતરિયા અને ચંદુભાઈ કડીવારએ જણાવાયું હતુ.
મોરબી જીલ્લામાં વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીના ખાનપર થી પીઠડ જવાનો રસ્તો અતિ દયનીય હાલતમાં છે. રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામા ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા રહે...
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર મહીન્દ્રા કંપનીના સો રૂમ પાછળ શ્રેયા ઘડીયારના કારખાનામાં આધેડ તથા સાથી કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે કહેલ કે પરમ દિવસે કેમ ઓફિસની બહાર મુકીને જતા રહેલ જેથી આધેડે એ કહેલ કે પાર્સલ તમોને મડી ગયેલ છે ને તેમ કહેતા...