Thursday, February 12, 2026

મોરબી: પરણિતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલ ગોંડલ પિતાને ઘેર રહેતા અને મોરબીમાં  સાસરે પરિણીત મહિલાને સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ આપી મેણા ટોણાં મારી શારીરિક અને માનસિક દુઃખ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ માં પેલેસ રોડ રાધે કૃષ્ણ શેરી નંબર-૦૧મા રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (ઉ.વ.૩૮) એ આરોપી હર્ષદભાઇ મનજીભાઇ કડીવાર (પતિ), ચંપાબેન મનજીભાઇ કડીવાર (સાસુ), જીજ્ઞેશભાઇ મનજીભાઇ કડીવાર (જેઠ) રહે. ૫૦૨, રૂષીકેશ એપાર્ટમેન્ટ, લીલાપર કેનાલ રોડ, મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ, જેઠ એમ તમામે લગ્નજીવન દરમિયાન અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી મારકુટ કરી, શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર