મોરબી: પરીવાર સાથેના જુનાં મનદુઃખનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના નવલખી રોડ અમૃતપાર્ક-૨ બોખાની વાડીમાં શખ્સને યુવકના પરીવાર સાથે જુનું મનદુઃખ હોય જેનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ધોકો વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ચારે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી- નવલખી રોડ અમૃતપાર્ક-૨ બોખાની વાડીમાં રહેતા ગણેશભાઈ ધીરૂભાઇ નકુમ (ઉ.વ.૨૭) એ આરોપી જગદીશભાઇ ધીરૂભાઇ કણઝારીયા તથા બળવંતભાઇ ધીરૂભાઇ કણઝારીયા તથા ગૈાતમભાઇ ધીરૂભાઇ કણઝારીયા રહે મોરબી વાવડી રોડ તથા લક્ષ્મણભાઇ શામજીભાઇ નકુમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૫-૨૦૨૩ ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં આરોપી લક્ષ્મણભાઈ એ ફરીયાદીના પરીવાર સાથે જુનુ મનદુખનો ખાર રાખી ફરીયાદીને ધોકા વડે માર મારી તેમજ સાહેદોને પણ ઝગડામાં મુંઢ ઇજા થતા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગણેશભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.