મોરબી: ફરીએકવાર ગંભીર ગુનાહને અંજામ આપતું શહેર મયૂરનગરી ! 11 વર્ષની બાળકીનું અપહરણ

મોરબી: દિનપ્રતિદિન ગુનાહખોરી ને અસામાજિક તત્વો અંજામ આપતા રહે છે હત્યા મારમારી લૂંટ અપહરણ જુગાર દારૂ જેવી બદી ને ડામવા કડક જિલ્લા પોલીસ વડા ની ખાસ જરૂર છે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.

મોરબીમાં 11 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ આ બાળકીને ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રંગપર નજીક આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા પરિવારની 11 વર્ષની દીકરીને તે જ સિરામિક ફેકટરીમાં મજુરી કામ કરતો કાળું ગોપાલભાઈ સહેડિયા રહે. મૂળ જાંબવાવાળો ગત તા.17ના રોજ ઉઠાવી ગયો હતો.

આ શખ્સ બાળકીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય સતામણી કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે શખ્સની શોધખોળ કરવા તપાસ આદરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img