મોરબી મહેન્દ્રનગર ચાર રસ્તા નજીકથી ઈંગ્લીશ દિરૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
મોરબી: મોરબી -૨ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી -૨ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આરોપી દીવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૩) રહે.અનંતનગર બ્લોક નં -૨૩ મોરબી -૨ વાળાએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ બોટલ નંગ -૧૦ કિં રૂ.૩૭૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી દીવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૩) રહે.અનંતનગર બ્લોક નં -૨૩ મોરબી -૨ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.