આજરોજ મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે ભારત સરકારની પી.એસ. યોજના હેઠળ શ્રી જેતપર જૂથ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવમાં ચણા – રાયડો ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં આજ રોજ 12 ખેડૂતો હાજર રહ્યા હતા સાથે સાથે ખેડૂતોને પોતાનો પાક લુઝ લઈને આવવા અપીલ કરવામાં આવી હતી
જેથી આજથી મોરબી માર્કેટ યાર્ડ ખાતે ચણા અને રાયડો ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં શ્રીફળ વધેરી ચણા વેચવા આવેલ ખેડૂતોને કુમકુમ તિલક કરી મોં મીઠા કરી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,રાજકોટ જિલ્લા સહકારી બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા કૃભકો અને ગુજકોના આગેવાનો હાજર રહ્યા હતા.
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...