મોરબી: લુંટાવદર ગામના રોડ પર આવેલ ડીઝા નોન વુવેન કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી: મોરબીના લુંટાવદર ગામના રોડ પર આવેલ ડીઝા નોન વુવેન કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોહીત સૈની રહે-લુંટાવદર ડીઝા નોન વુવેન કારખાના ના લેબર કવાર્ટરમા તા.જી.મોરબી વાળા બરવાળા રેલ્વેસ્ટેશન થી લુંટાવદર ગામના રસ્તે આવેલ ડીઝા નોન વુવેન કારખાના ના લેબર કવાર્ટરમા ગત તા-૧૩/૦૪/૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે પોતે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લેતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.