મોરબી શનાળા રોડ સાગર હોસ્પિટલ સામે શેરીમાંથી બાઈકની ઉઠાંતરી
મોરબી: મોરબી શનાળા રોડ ઉપર આવેલ સાગર હોસ્પિટલની સામે શેરીમાંથી અજાણ્યો ચોર ઈસમ બાઈકની ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ રોડ ઘુટુ ગામ પાસે હરીઓમ પાર્ક સોસાયટીમાં રહેતા અમીતભાઈ જયંતિભાઈ ભોરણીયા (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૮-૨૦૨૧ ના રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નં.GJ-36-N-5269 વાળુ સને ૨૦૧૯ નુ મોડલનુ બ્લેક કલરનું કિ.રૂ.૨૦૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી ગયો હવાની ભોગ બનનાર અમીતભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.