આજ રોજ ગાંધીનગર ખાતે મોરબી શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઇ કંઝારિયા તેમજ ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભીની આગેવાની હેઠળ મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર અને મોરબી નગર પાલિકાના ચેરમેન શ્રીઓ, કાઉન્સિલરો, મોરબી શહેરના સતવારા(દલવાડી) સમાજના આગેવાનોએ મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને મોરબી માળીયાના ધારાસભ્ય શ્રી અને ગુજરત રાજ્ય સરકારના મંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજા સાહેબની મુલાકાત
ગુજરાત વિધાનસભા ખાતે કરી હતી અને અમારા પ્રશ્નનો સાંભળી વહેલી તકે આ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સાહેબ દ્વારા તત્કાલ ફોન કરી સૂચન કરવામાં આવ્યું હતું. મેરજા સાહેબ દ્વારા હકારાત્મક વલણ અપનાવી યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. અને સાથે વિધાનસભા ગૃહમાં અંદર જઇને ચાલુ સત્ર જોવાનો અને સાંભળવાનો મોકો મળ્યો હતો
આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી જિલ્લાના મહામંત્રી શ્રી રણછોડભાઈ દલવાડી, અશ્વિનભાઈ, તપનભાઈ હાજર રહ્યા હતા….
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...