મોરબી: સાર્થક વિદ્યામંદિર દ્વારા તા.14 મીએ માતા પિતા પૂજન દિવસ ઉજવાશે
મોરબી: સાર્થક વિદ્યામંદિર દ્વારા તા.૧૪ ફેબ્રુઆરી ને મંગળવારના રોજ વેલેન્ટાઇન ડે નહી પરંતુ માતા પિતા પૂજન દિવસ ઉજવવામાં આવશે.
આપણે સૌ જાણીએ છીએ કે ફેબ્રુઆરી માસમાં આપણી સંસ્કૃતિને દૂષિત કરતા ઘણા બિનજરૂરી દિવસો ઉજવાતા હોઈ છે. ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ઉજવણીઓ એ આ દુષણ નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેથી ચાલો આપણે સૌ મળીને માતા પિતા પૂજન દિવસ ઉજવીએ. ત્યારે 14 ફેબ્રુઆરી મંગળવારના રોજ સાર્થક વિદ્યામંદિર ખાતે સમય બપોરે ૧૨ થી ૧૨:૩૦ બંન્નેપાળીમા માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે.
માતા પિતા પૂજન દિવસ ઉજવાવા શું કરવું
1.સવારે વહેલા સ્વસ્થ થઈને બાળકો માતા પિતાનું પૂજન કરે (અથવા શાળાએ પૂજનમાં આવો).
2.આપણે પણ આપણા માતા પિતાનું પૂજન કરીએ
3.અન્યની પ્રેરણા માટે ફોટા-વિડિઓ સોસિયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં મુકો. ( સાર્થક વિદ્યામંદિરને ટેગ કરો)