મોરબીમાં વિકાસ પામેલા વિશ્વ વિખ્યાત સિરામિક એસોના વોલ ટાઈલ્સ વિભાગના પ્રમુખની ચુંટણી માટે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા બાદ અન્ય એક હરીફ ઉમેદવારે હરેશભાઈ બોપલીયાને સમર્થન આપતા હરેશભાઈ બોપલીયા બિનહરીફ ચૂંટાયા છે
મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે નીલેશભાઈ જેતપરિયાનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું જેથી પ્રમુખ પદની ચુંટણી માટે હરેશભાઈ બોપલીયા, ચતુરભાઈ પાડલીયા અને પ્રદીપભાઈ કાવઠીયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ચુંટણી માટે ત્રણ ફોર્મ ભરાયા બાદ ચતુરભાઈ પાડલીયાએ ઉમેદવારી પરત ખેંચી હતી તો પ્રદીપભાઈ કાવઠીયાએ હરેશભાઈ બોપલીયાના સમર્થનમાં દાવેદારી પરત ખેંચી લેતા વોલ ટાઈલ્સ એસો પ્રમુખ તરીકે હરેશભાઈ બોપલીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે ત્યારે સિરામિક એસોના હોદેદારો અને સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી છે
મહાનગરપાલિકા દ્વારા ગાંધીચોકની ફરતે રસ્તા પર લારી રાખી ધંધો કરતાં ૪૫ જેટલા રેકડી ધરકોને ગાંધીચોકમાં પટ્ટાપાડી હંગામી ધોરણે જગ્યા ફાળવી જાહેર રસ્તાપરનું દબાણ દૂર કરાવવામાં આવેલ છે જેના કારણે રસ્તો દબાણમુક્ત થતા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયેલ છે.
આ ઉપરાંત સર્કિટ હાઉસ સામે આવેલ કુળદેવી પાન પાસેની જગ્યામાં ૨૨ જેટલા રેકડીધારકોને,...
મોરબી તાલુકાના જેપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી તથા દિકરી પ્રથમ-દ્વિતિય નબંરે પાસ થઈ સમગ્ર ગઢવી સમાજ તથા જેપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે.
હિન્દ વૈભવ ન્યુઝના તંત્રી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી ભક્તિ અનિલભાઈ ખાત્રા ધોરણ 8માં પ્રથમ નંબરે પાસ થયેલ છે. જ્યારે દિકરી કાવ્યા મેહુલભાઈ ખાત્રાએ ધોરણ...
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૧૪ બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના...